Processing Please Wait ...

eFPS

eFPS is an online transaction system at Fair Price Shop for Gujarat Targeted Public Distribution System (TPDS).

Login  »

Novel Corona Virus
National Informatics Centre
Azadi Amrit Mahotsav
Vibrant Gujarat 2022

    હાલમાં વાજબી ભાવ ના દુકાન સંચાલકો દ્વારા જે તે માસ દરમ્યાન સંબંધિત રજીસ્ટરમાં નોંધીને Offline Sale થયેલ હોય, તેવા કિસ્સામાં જે offline sale થયેલ છે તેની વિગતોની સબંધિત મામલતદાર / ઝોનલ અધિકારીશ્રી દ્રારા ચકાસણી કરાયા બાદ તે પછીના માસની પાંચમી તારીખ સુધીમાં પીડીએસ સીસ્ટમમાં upload કરવા સુચના આપેલ હતી. તેના બદલે હવે એટલે કે “માહે ઓગસ્ટ -૧૯ થી વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે તે માસ દરમ્યાન જે Offline Sale થયેલ હોય તેની વિગતોની સબંધિત મામલતદાર / ઝોનલ અધિકારીશ્રી દ્રારા ચકાસણી કરાયા બાદ તે માસ અંતિત સુધીમાં પીડીએસ સીસ્ટમમાં upload કરવાની રહે છે.

Welcome to Gujarat TPDS

The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state.

Know more »

iPDS

The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state.

Know more »

Fps and Member Details form »

Notice Board

માહે ડીસેમ્બર – ૨૦૨૨ માસની પરમીટ/ચલણ અંગે ધ્યાને લેવાના અગત્યના મુદ્દા • તમામ વાજબી ભાવના દુકાનદારોને ONORC યોજના માં NFSA હેઠળ મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત વધારાના ૫ ટકા લેખે ઘઉં તથા ચોખાની ફાળવણી કરવામાં આવેલ છે. જે ધ્યાને લેવા વિનંતી. • ઘઉં-ચોખા, ખાંડ, મીઠું, તુવેરદાળ (૫૦ ટકા) અને ચણા(૫૦ ટકા)નું એક જ પરમીટ-ચલણ જનરેટ કરવામાં આવેલ છે. • ઘઉં-ચોખાનો માહે ઓકટોબર-૨૦૨૨ માસના વિતરણ બાદ બચત જથ્થો (CLOSING BALANCE) ડિસેમ્બર-૨૦૨૨ માસમાં OPENNING BALANCE તરીકે લઇ ડિસેમ્બર-૨૦૨૨ માસની પરમીટ જનરેટ કરવામાં આવેલ છે. • માહે ઓકટોબર-૨૦૨૨ માસમાં તહેવારોની ખાંડનો બચત જથ્થો (CLOSING BALANCE) તથા રેગ્યુલર ખાંડની સ્કીમનો બચત જથ્થો (CLOSING BALANCE) મર્જ કરી તેને માહે ડિસેમ્બર-૨૦૨૨ માસ માટે OPENNING BALANCE તરીકે ગણી ડિસેમ્બર-૨૦૨૨ માસની ખાંડની પરમીટ જનરેટ કરવામાં આવેલ છે. • જે ૧૪ જીલ્લાઓમાં જ્યાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ ચાલુ છે, તે વાજબી ભાવની દુકાનો ખાતે NFSA હેઠળ ઉપલબ્ધ સાદા ચોખાના બંધ જથ્થાને ફોર્ટીફાઇડ ચોખાની સ્કીમમાં મર્જ કરી તેને માહે ડિસેમ્બર-૨૦૨૨ માસ માટે OPENNING BALANCE તરીકે ગણી ડિસેમ્બર-૨૦૨૨ માસની ફોર્ટીફાઇડ ચોખાની પરમીટ જનરેટ કરવામાં આવેલ છે. • તુવેરદાળ તથા ચણાનો માહે નવેમ્બર -૨૦૨૨ માસના વિતરણ બાદ બચત જથ્થો (CLOSING BALANCE) ડિસેમ્બર-૨૦૨૨ માસમાં OPENNING BALANCE તરીકે ધ્યાને લઇ તે જથ્થાને બાદ કરી ડિસેમ્બર-૨૦૨૨ માસની તુવેરદાળ (૫૦ ટકા) અને ચણા(૫૦ ટકા) મુજબની પરમીટ જનરેટ કરવામાં આવશે. • માહે નવેમ્બર -૨૦૨૨ માસના વિતરણ બાદ વાજ્બી ભાવની દુકાન ખાતે ઉપલબ્ધ ખાદ્યતેલ (દિવાળી તહેવાર નિમત્તે ફાળવેલ) નો બચત જથ્થો માહે ડીસેમ્બર – ૨૦૨૨ માસમાં વિતરણમાં મુકવામાં આવનાર છે. જે ધ્યાને લઇ ડીસેમ્બર – ૨૨ માસમાં ખાદ્યતેલનું વિતરણ પૂર્ણ કરવા વિનંતી છે.

“ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા – ૨૦૧૩” હેઠળ રેશનકાર્ડના જે સભ્યોના નામ તેમના વેરિફાઇડ આધાર નંબર સાથે લિંક નથી થયેલા તેમને સીસ્ટમમાં આગામી માસથી “ આધાર – ડિસેબલ” તરીકે ઓળખવામાં આવશે, આવા સભ્યોને રાહત દરે આપવામાં આવતો રેશન જથ્થો જ્યાં સુધી તેમની e – KYC પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે “ ડિસેબલ” કરવામાં આવેલ . આથી, આધાર નંબર સીંડીગ બાકી હોય તેવા NFSA રેશનકાર્ડધારકોએ આધાર લિંક કરવાની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. આથી આપના હસ્તકના NFSA રેશનકાર્ડધારકોને આ અંગે જરૂરી માહિતી આપવા નમ્ર વિનંતી છે.

તા. ૦૧/૦૯/૨૦૨૨ થી Far eye Application માં EPOD Success થયા બાદ FPS જાતે DC મુજબનો જથ્થો રિસિવ કરશે ત્યારબાદ જ જથ્થો FPS ખાતે ઓનલાઈન જમા થશે આથી સ્ટોક રીસીવ કરી લેવા વિનંતી છે.

હાલ, રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થામાં કોઈ રેશનકાર્ડ ધારકના ફિંગર પ્રિન્ટની વિગત મેચ ન થતાં “ફેલ એટેમ્પટ” વિકલ્પથી વિતરણ કરવામાં આવતું હતું, તે UIDAIની સૂચના અનવ્યે હવેથી બંધ કરવામાં આવેલ છે. આથી, જે રેશનકાર્ડ ધારકના ફિંગર પ્રિન્ટ મેચ ન થાય તેવા રેશનકાર્ડ ધારકના કુટુંબના અન્ય સભ્યના ફિંગર પ્રિન્ટ લેવાના રહેશે અને અન્ય કોઈ પણ સભ્યના પણ ફિંગર પ્રિન્ટ જો મેચ ન થાય તેવા સંજોગોમાં રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબર પર OTP મેળવી વિતરણ કરવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ નંબર પર OTP પણ મેળવવો શક્ય ન હોય તેવા અનિવાર્ય સંજોગોમાં જ રજીસ્ટર ૪ – બમાં નોંધીને વિતરણ કરવાનું રહેશે. આ વિતરણને નાયબ મામલતદાર / ઝોનલ ઓફીસર પાસે પ્રમાણિત કરવવાનું રહેશે.

સરકારી ચલણોનું ડીજીટલ પધ્ધતિથી ચુકવણું કરવા અંગેની સરકારશ્રીની સુચના અન્વયે માહે સપ્ટેમ્બર-૨૦૨૨ માસથી eFPS Applicationમાં જનરેટ કરવામાં આવતા અનાજ(ઘઉં-ચોખા), ખાંડ, મીઠું, તુવેરદાળ, ચણા વિગેરેના ચલણોમાં CASH/રોકડાથી ચલણ ભરવાનો વિકલ્પ બંધ કરવામાં આવેલ છે. આથી વાજબી ભાવના દુકાનદારોને તેમના ચલણના નાણાં Digital Payment એટલે કે Internet Banking /R.T.G.S / UPI / Credit Card / Debit Card જેવી પધ્ધતિથી ભરવા માટે આથી વિનંતી કરવામાં આવે છે.

હાલની હવામાનની પરિસ્થિતિને ધ્યાને લઇને બીજા હુકમ ન થાય ત્યાં સુધી વિતરણનો સમય સવારના ૬ વાગેથી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેની તમામ વાજબી ભાવનાદુકાનદારોએ ખાસ નોંધ લેવા વિનંતી.

વાજબી ભાવની દુકાન માટેના eFPS સોફ્ટવેરમાં વિતરણનો સમય સવારે ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી કરવામાં આવેલ છે, જે ધ્યાને લઇ વિતરણ કરવા વિનંતી